કહાન કુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિ સંગ જો ૩/૪

કહાન કુંવરની રીત સુણી મનમાં ધરો,
તો તમે રહેશો મગન સદા હરિ સંગ જો;
	પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતણું;
	પૂરણકામ ન રાચે કેને રંગ જો-કહાન૦ ૧
કરુણાનિધિમાં કામાદિક વ્યાપે નહીં,
ઈર્ષ્યા માન તણો નહિ અંતર લેશ જો;
	કડવાં વેણ કહે પોતાના દાસને,
	ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો-કહાન૦ ૨
જે જે વચન કહે સુંદરવર શ્યામળો,
સુખ ઊપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો;
	મુક્તાનંદનો નાથ સદા સુખદાઈ છે,
	એવું જાણી કરજો પૂરણ પ્યાર જો-કહાન૦૩
 

મૂળ પદ

મોહનને ગમવાને ઇચ્છો માનની

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી