ભલેને પધાર્યા રે ગિરધર ગાજતા રે, હવે મુને કરી કૃતારથ કાન ૪/૪

ભલેને પધાર્યા રે ગિરધર ગાજતા રે, હવે મુને કરી કૃતારથ કાન;
નયણાં ઠરે છે રે નાથને નિરખતાં રે, જેનું નિત્ય ધરીને રહેતા ધ્યાન-૧

દુ:ખડાના દા’ડા રે હવે તો દૂર ગયા રે, લીધી છેલછબીલે મારી સાર;
જીવન જોઈને રે જગ જૂઠો થયો રે, તમ સંગ લાગ્યો રંગ એકતાર-૨

કમળા સરખી રે કરી મુને કાનજી રે, ગ્રહી ગુણવંતે મારો હાથ;
ભલું મારું ભાગ્ય રે ફળ્યું કોઈ કાળનું રે, પામી પતિ અખિલભુવનનો નાથ-૩

અખંડ સોહાગી રે તમને જે જાણશે રે, માણશે મહાસુખ મોજ અપાર;
મુક્તાનંદ કહે છે રે તમને પરહરી રે, ભવજળ કોઈ ન પામે પાર-૪
 

મૂળ પદ

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મળતા રાગ

મેવાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી