સહજાનંદ સ્વામી રે, ભજ દ્રઢ ભાવ કરી, ૧/૪

 સહજાનંદ સ્વામી રે, ભજ દૃઢ ભાવ કરી;
	આવો અવસર દુર્લભ રે, વારે વારે ના’વે ફરી...૧
તું તો સત્ય કરી માને રે, સંતની વાતલડી;
	તજી દેજે તું વેગે રે, મન કેરી ઘાતલડી...૨
પરધન પરનારી રે, તજી સત્સંગ કરે;
	હરિવિમુખની સંગત રે, વિષ જાણી પરહરે...૩
મારું કહ્યું સત્ય માને રે, જાવું છે જરૂર મરી;
	કર પુણ્ય પરમાર્થ રે, સંપત રહેશે ધરી...૪
એવું સમજી વિચારી રે, પાણી પહેલી પાળ કરો;
	વ્હાલો મુક્તાનંદનો રે, ભજી ભવકષ્ટ તરો...૫ 
 

મૂળ પદ

સહજાનંદ સ્વામી રે, ભજ દ્રઢ ભાવ કરી,

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0