તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે ૩/૪

તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે;
	જેમ નારી સતી, સર્વે મમતા છોડી પતિ સંગ બળે...ટેક.
જુઓ પ્રહ્લાદે પણ નવ છોડયું, નિજ તાત તણું સગપણ તોડયું;
			દૃઢ કરી મોહન સંગ મન જોડયું...તન૦ ૧
જુઓ હરિશ્ચંદ્રે હરિ નવ તજિયા, પર ઘેર વેચાઈ પ્રભુને ભજિયા;
			ત્યારે મોહનના મનમાં રજિયા...તન૦ ૨
જુઓ બળિનું મન નવ હારિયું, ગુરુવચન રુદે નવ ધારિયું;
			તન મન ધન પ્રભુ પર વારિયું...તન૦ ૩
એવી દૃઢતા ધારે તે સુખિયા, તે કોઈ કાળે નવ હોય દુ:ખિયા;
			કહે મુક્તાનંદ તે મહા સુખિયા...તન૦ ૪
 

મૂળ પદ

હરિગુણ ગાતાં, દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ

મળતા રાગ

સોરઠ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનસ્વરૂપ સ્વામી- રાજકોટ ગુરુકુલ
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
1