તેવી રીત્યે હરિ મંદિર કેરા, પાત્ર વસ્ત્રાદિક જેહ રે;૩/૪

પદ ૩/૪ ૭૨૫
તેવી રીત્યે હરિ મંદિર કેરા, પાત્ર વસ્ત્રાદિક જેહ રે;
ઘોડા વેલ્યો આદિક જે વાહન, માગી ન લેવા તેહ રે. ટેક.
એ આદિક જે જે કોઇ વસ્તુ, ગુરુ કે શ્રીહરિની હોય રે;
પોતાના ઘરકામને સારૂ, માગી ન લેવી કોય રે. તેવી ૧
તેમજ કોઇ સારૂ હરિ ગુરુનું પાત્રાદિક જે કાંઇ રે;
તે પણ કોઇ દી માગી ન લેવું, ટેક ધરી મનમાંહી રે. તેવી ર
જે જે પદાર્થ ગુરુ કે હરિના, પૂજા યોગ્ય કહેવાય રે;
તે જો પોતાને અર્થે લાવે, તો અપરાધી થાય રે. તેવી ૩
ભવજળ પાર કર્યાને સારૂ, શિખામણ સુખકારી રે;
મુક્તાનંદ કહે શ્રીમુખવાણી, લેજોને ઉરધારી રે. તેવી ૪

મૂળ પદ

સત્‍સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્‍યાગી નરનારી રે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી