આજે વાત લખી છે રે કે, વ્યવહારિક રીતિ, ૧/૪

પદ ૧/૪ ૭૨૭
રાગ : ધોળ
 આજે વાત લખી છે રે કે, વ્યવહારિક રીતિ,
 કરે હરિ ગુરુ સાથે રે કે, તો ન રહે પ્રીતિ.  ટેક.
 લેવા આપવામાંથી રે કે, ગુરુ ગોવિંદ સંગે,
 થાય વાદ જરૂર જ રે કે, અહંતાને રંગે.  આજે ૧
 પછે ગુરુગોવિંદનો રે કે, અવગુણ ઉર આણી;
 તે પાપને જોગે રે કે, નરક પડે પ્રાણી.  આજે ર
 પરલોક બગાડી રે કે, જમપુરમાં જાયે,
 આ લોકમાં એની રે કે, અતિ નીંદા થાયે.  આજે ૩
 એમ સ્વારથ સારુ રે કે, જે ગુરુદ્રોહ કરે,
 તેનું લોક પરલોકમાં રે કે, કોઇ કારજ ન સરે.  આજે ૪
 સત્સગી સહુને રે કે, શિખામણ દીધી,
 વ્હાલે મુક્તાનંદને રે કે, અતિ કરુણા કીધી.  આજે પ 

મૂળ પદ

આજે વાત લખી છે રે કે, વ્‍યવહારિક રીતિ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી