હેત ભરેલી મૂર્તિ પ્યારી, સર્વોપરી તમે છો અવતારી; ૧/૧

હેત ભરેલી મૂર્તિ પ્યારી, સર્વોપરી તમે છો અવતારી;
પ્રેમની પીડા હરો અમારી, પ્રેમ ભરેલા હો પીયુડા.
અમારી રક્ષા કરો મુરારી, સુખીયા કરો ભેટીને ભારી;
અમેં તો છીએ તમારી નારી, વ્હાલ ભરેલા હો વાલીડા.
ચૂંબન લેશુ હૈયામાં ધારી, રાખજો અમને સદા સ્વીકારી;
ભૂખ છે અમને એક તમારી, મન ગમતા હો ગોઠીડા.
જ્ઞાનસખીએ હૈયામાં ધારી, દિવ્ય અલૌકિક મૂર્તિ તારી;
અંત સમયની મૂડી મારી, મોંઘા માવા અણમુલીડા.

મૂળ પદ

હેત ભરેલી મૂર્તિ પ્યારી, સર્વોપરી તમે છો અવતારી;

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી