સમજ સમજ અજ્ઞાની અંધા મન મારા મસ્તાન રે ૧/૧

સમજ સમજ અજ્ઞાની અંધા મન મારા મસ્તાન રે,
તારૂં આયુષ્ય એળે જાય છે, મન મારા રે ... એમ આતમ કે છે જી..
મોહમાયા મુજને બહુ પ્યારા, લાગે આતમ રામ રે,
રંગ રાગે રીજાવીયો મારા આતમ રે... એમ મનવો કે છે જી...
વણસી જાશે વાત વીરા મારા વણશી જાશે વાત રે,
કાળ ઝપાટે જો ચડ્યો, મન મારા રે એમ આતમ કે છે જી..
લાવણ્યે લલના લોભાવે, ધન જોબનના પૂર રે...
અઢળક સુખને આપતા, મારા આતમ રે... એમ મનવો કે છે જી..
જે સુખને તે અઢળક માન્યું પણ તે દુ:ખ દેનારજી,
દાવાનળ દિલ ચેતવે મન મારા રે.. એમ આતમ કે છે જી..
વચન વિચાર્યા આતમ તારાં, ભ્રાંતિ કીધી દુરરે,
સાચો તું છે સારથી મારા આતમ રે.. એમ મનવો કે છે જી..
મનમોહન ઘનશ્યામ વચનમાં, ફેર પડે જે કાંઇ રે,
ઝરણા ઝરશે ઝેરના મન મારા રે એમ આતમ કે છે જી..
અજ્ઞાની અંધા સમજ, મન મારા મસ્તાન,
મનમોહન વચને પળો, મુકી દઇ તોફાન.
સં. 2005 વૈશાખ શુદ- 12 સોમવાર, મુ. રાજકોટ.

મૂળ પદ

સમજ સમજ અજ્ઞાની અંધા

મળતા રાગ

પાપ તારૂં પરકાશ જાડેજા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી