મારા નાથ તણી માયા જગે વળી દિસે ઉપરથી અતિષે ઉજળી ૧/૧

મારા નાથ તણી માયા જગે વળી
દિસે ઉપરથી અતિષે ઉજળી;
પણ ભીતરમાં બહુ ભેદ ભર્યા
એમાં લોભાણા તે જન કોણ તર્યા,
દિસે પ્રલયની ચંડિકા સરખી,
એણે કઇક જીવોને લીધા ભરખી,
દેખી રંગબેરંગ અતિ સુરખી
એમાં પડે પતંગ જીવો હરખી
પ્રભુ પ્રાર્થના મારી રૂદે ધરજો
મારાનાથ તમેં તો દયા કરજો
મને દીન દયાળુ ઉગારી લેજો
મનમોહન ભકિત તમારી દેજો.
માયા મારા નાથની, દિસે વિધ વિધ રંગ
મનમોહન પ્રભુ ભજનમાં, નિત્ય પડાવે ભંગ
સં. 2005 વૈશાખ વદ- 11 સોમવાર, મુ. રાજકોટ.

મૂળ પદ

મારા નાથ તણી માયા જગે વળી

મળતા રાગ

ભગવાન ની માયા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી