ઉદ્ધવજીને શ્રી કૃષ્ણજી કહ્યું પ્રીતે રે, મારા ભકત રહે આવી રીતે રે ૧/૧

પદ ૧/૧ ૭૪૭
રાગ:ધુન (વાલા મારી સુધ બુધ તે હરિ લીધીરે –એ રાગ)
 ઉદ્ધવજીને શ્રીકૃષ્ણજી કહ્યું પ્રીતે રે, મારા ભકત રહે આવી રીતે રે.  ટેક.
 ત્યાગી વર્તમાન પંચ તે રાખે રે, લોભ લાલચ તૃષ્ણાને નાખે રે,
 પ્રેમે પૂરણ હરિરસ ચાખે.  ઉદ્ધવ ૧
 ધાતુમાત્ર ન રાખે રખાવે રે, તે ન રાખે પૈસા જેના આવે રે,
 તજી લોભ હરિ ઉર ધ્યાવે.  ઉદ્ધવ ર
 અષ્ટ ભાંતિ ત્રિયા સંગ ત્યાગે રે, જાણી હરિજન નવ અનુરાગે રે,
 પંચ હાથ દૂર ડરી ભાગે.  ઉદ્ધવ ૩
 નારી સ્નાનાદિક સ્થળ જેહ રે, ત્યાગી દૂર થકી તજે તેહ રે,
 ત્યાગે સમજીને નારી સનેહ.  ઉદ્ધવ ૪
 એક ભીંતને અંતરે નારી રે, ત્યાં ન રહે મુનિ બ્રહ્મચારી રે.
 નારી ચિત્ર ન જુવે દુઃખકારી.  ઉદ્ધવ પ
 નારી સન્મુખ બેસે ન જ્ઞાની રે, ગુણ દોષ ન કહે મુખ ધ્યાની રે,
 એમ કામ જીતે વિજ્ઞાની.  ઉદ્ધવ ૬
 જો હોય સ્વપ્નમાં વનિતાનો સંગ રે, વ્રત એક કરે શુદ્ધ અંગ રે;
 ટાળે ઉરથી સમૂળો અનંગ.  ઉદ્ધવ ૭
 રસાસ્વાદ કરે સરવ ત્યાગ રે, ગ્રહી મધુકર વ્રત બડભાગ રે.
 સ્વાદુ અન્નમાં નહિ અનુરાગ.  ઉદ્ધવ ૮
 જળ પ્રોક્ષણ કરી અન્ન ખાવે રે, મનવાંછિત તે ન મગાવે રે,
 હરિનું નામ પ્રતિગ્રાસ ગાવે.  ઉદ્ધવ ૯
 તજે તન અભિમાનને ત્યાગી રે, ન કરે ક્રોધ ભજન અનુરાગી રે,
 ત્યાગે ગ્રામ્ય કથા બડભાગી . ઉદ્ધવ ૧૦
 તજે ત્યાગી પરસ્પર વાદ રે, ત્યાગે તન અભિમાન પ્રમાદ રે,
 જાણે જુઠો વિષય રસસ્વાદ.  ઉદ્ધવ ૧૧
 પ્રીતિ પિંડ બ્રહ્માંડીથી ટાળે રે, આયુ જ્ઞાન વિચારમાં ગાળે રે,
 મિથ્યા મન કેરી વાસના બાળે.  ઉદ્ધવ ૧ર
 ચોરી જારી તજે ગૃહિ દાસ રે, ટાળે માદક વસ્તુની આશ રે,
 કયારે બેસે નહિ કેફી પાસ.  ઉદ્ધવ ૧૩
 ત્યાગે મદિરા માંસ વટાળ રે, વિધવા સ્પર્શ તજે જાણી કાળ રે,
 જાણે નાસ્તિક મત જમ જાળ.  ઉદ્ધવ ૧૪
 માતા ભગિની સુતા કેરે સંગે રે, ન રહે ગૃહસ્થ એકાંત પ્રસંગે રે;
 આગે કૈંકને માર્યા અનંગે.  ઉદ્ધવ ૧પ
 પડી વસ્તુ કેની ન ઉઠાવે રે, મેલી માન હરિને લડાવે રે;
 એવા ભકત પરમ પદ પાવે.  ઉદ્ધવ ૧૬
 ત્યાગી વિધવાના ધર્મ સમાન રે, કરે સમજી વિચારી નિદાન રે;
 ભજે પતિવ્રતા શ્રીભગવાન.  ઉદ્ધવ ૧૭
 એવી રીતે રહે જે કોઇ જંતરે, તરે કુટુંબ સહિત તે સંત રે;
 મુક્તાનંદ કહે તે બુદ્ધિવંત.  ઉદ્ધવ ૧૮ 

મૂળ પદ

ઉદ્ધવજીને શ્રીકૃષ્‍ણજી કહ્યું પ્રીતે રે, મારા ભકત રહે આવી રીતે રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી