ધન જોબન તન રંગ પતંગી, જાતાં વાર ન લાગે રે.૩/૪

પદ ૩/૪ ૭૫૦
ધન જોબન તન રંગ પતંગી, જાતાં વાર ન લાગે રે. ટેક.
મુરખ હોય તે પ્રભુ પાસેથી, નાશવંત સુખ માગે રે. ધન ૧
હરિજન હોય તે પ્રભુપદ પંકજ, પ્રેમ અતિ ઘણો રાખે રે. ધન ૨
પ્રભુ વિના બીજુ જે જે કહાવે, તે સર્વ તુચ્છ કરી નાખે રે. ધન ૩
ભકત સકામી હરિને ન ભાવે, નિષ્કામી ઘણું પ્યારા રે. ધન ૪
મુક્તાનંદના નાથને સેવો, કામાદિક કરી ન્યારા રે. ધન ૫

મૂળ પદ

સ્‍વામિનારાયણ કૃષ્‍ણ હરિ ભજ, કાઢય કુમતી સર્વ ન્‍યારી રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી