જોજો આ જગની ચતુરાઇ, હરિ ભજતાં મરે લાજી રે૪/૪

પદ ૪/૪ ૭૫૧
જોજો આ જગની ચતુરાઇ, હરિ ભજતાં મરે લાજી રે. ટેક.
નરનારી હરખે રમે હોળી, ભાંડ ભવાઇમાં રાજી રે. જોજો ૧
સુખ કારણ ભજે ભુત પ્રેતને, હરિનું ભજન વિસારી રે. જોજો ૨
જંત્ર મંત્ર સાચા કરી જાણે, નરક પડે નરનારી રે. જોજો ૩
સંત અસંતની વિગત ન સમઝે, સઉને સરખું જાણે રે. જોજો ૪
મુક્તાનંદનો નાથ ભજ્યા વિના, જમ ઉંધે શિર તાણે રે. જોજો ૫

મૂળ પદ

સ્‍વામિનારાયણ કૃષ્‍ણ હરિ ભજ, કાઢય કુમતી સર્વ ન્‍યારી રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
1
0