મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે.૧/૪

પદ ૧/૪ ૭૫૨
રાગ : કાફી
મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે. ટેક.
લોક લાજ બકવાદ વિસારીને, રહો આઠો પહોર આનંદ રે. મનવા ૧
હરિના ચરણ તજી જે કાંઇ ચિંતવે, તે તો તુજને છે જમફંદ રે. મનવા ૨
સુર નર મુનિ જાચે જે અવસર, તે તો તુજને મળ્યો સ્વછંદ રે. મનવા ૩
મુક્તાનંદ પધાર્યા પરબ્રહ્મ, સાથે લઇ સંતના વૃંદ રે. મનવા ૪

મૂળ પદ

મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0