ભજી લે શ્રી ઘનશ્યામ રે, ભજી લે શ્રી ઘનશ્યામ રે.૨/૪

પદ ર/૪ ૭૫૩
ભજી લે શ્રી ઘનશ્યામ રે, ભજી લે શ્રી ઘનશ્યામ રે. ટેક.
સુખમાં સંભારો હરિ શ્વાસ ઉશ્વાસે, અંતકાળે નાવે મુખ નામ રે. ભજી ૧
સ્વપ્ન સરિખા સુખમાં લોભાઇને, તું તારૂં બગાડી બેઠો કામ રે. ભજી ૨
શિર વેરી જમરાણા જોરાયે, તુરત તજાવે ધન ધામ રે. ભજી ૩
મુક્તાનંદ પ્રગટ જે પરબ્રહ્મ, તે તો તને ઠરવાનું ઠામ રે. ભજી ૪

મૂળ પદ

મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી