પ્રભુશું પ્રીતડી બંધાણી રે, પ્રભુશું પ્રીતડી બંધાણી રે૩/૪

પદ ૩/૪ ૭૫૪
પ્રભુશું પ્રીતડી બંધાણી રે, પ્રભુશું પ્રીતડી બંધાણી રે. ટેક.
ભવસાગરમાં હવે નહિ ભટકું, પીયુડે કીધી છે પટરાણી રે. પ્રભુશું ૧
બહુનામીનું બેઠું બદલામું, ત્રિભુવને વાત જણાણી રે. પ્રભુશું ૨
સુખડું અલૌકિક શ્યામ સુંદરનું, મુખથી તે કહું શું વખાણી રે. પ્રભુશું ૩
મુક્તાનંદ બાહ્ય ગ્રહી બળવંત, લીધી ભવજળમાંથી તાણી રે. પ્રભુશું ૪

મૂળ પદ

મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
1
0