ભક્તપતિ ભગવાન રે, પ્રભુ પ્રેમે જમાડું સ્નેહે કરૂં સન્માન રે, પ્રભુ પ્રેમે ૧/૧

ભક્તપતિ ભગવાન રે, પ્રભુ પ્રેમે જમાડું,
સ્નેહે કરૂં સન્માન રે, પ્રભુ પ્રેમે .....
આવો આવો અલબેલ અમારા
મોંઘેરાં મહેમાન રે, પ્રભુ પ્રેમે .....
અંતરજામી આરોગજો મારા,
પ્રેમતણાં પકવાન રે, પ્રભુ પ્રેમે .....
જગના જીવન પ્રભુ જુગતેથી જમજો,
મધુર મધુર મિષ્ટાન રે, પ્રભુ પ્રેમે .....
મનહર મેવા મિઠાઇ જમીને,
કરજો રૂડાં જળપાન રે, પ્રભુ પ્રેમે .....
મનમોહન મુખવાસ લઇને,
દેજો પ્રસાદી દાન રે, પ્રભુ પ્રેમે .....
સં. 2005 શ્રાવણ શુદ - 11 ગુરુવાર, ગોંડલ.

મૂળ પદ

ભક્તપતિ ભગવાન રે, પ્રભુ પ્રેમે જમાડું

મળતા રાગ

આરોગો નંદલાલ રે, મારી પ્રેમની થાળી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી