નિરખ્યા સરજન હાર રે જોઇ નેણાં ઠરે છે ૧/૧

નિરખ્યા સરજન હાર રે જોઇ નેણાં ઠરે છે
નેણાં ઠરે મારા મનડાં હરે છે, વિશ્વતણાં રચનાર રે,
ઘટ ઘટમાં વ્યાપે પ્રભુ મારા, રક્ષણના કરનાર રે... જોઇ નેણાં
વદન અનુપમ તેજ પ્રસારે, નયન કમળ અનુસાર રે,
મંદ મંદ મુખ હાસ્ય મનોહર, ભક્તના ભય હરનાર રે... જોઇ નેણાં
ઉર અલૌકિક ઉપર શોભે સુંદર પુષ્પના હાર રે,
કર સુંદર કિરતાર તણાં છે, દાન અભયદેનાર રે... જોઇ નેણાં
જુગલ ચરણમાં નૌતમ ન્યારા, ચીન્હ દીશે છે સોળે
પ્રેમીભક્ત હ્રદયમાં રાખે, જીવનના એ દોર રે... જોઇ નેણાં
મુર્તિશ્રી ઘનશ્યામ તણી છે, નીત્યે નવલકિશોર,
નિશદિન નીરખું નયન ભરીને, મનમોહન ચીત ચોર રે... જોઇ નેણાં
નિરખુ સરજનહારને, નિત્ય કરીને પ્રીત
મનહર મનમોહન પ્રભુ, ચોરે મારા ચિત
સં. 2005 મહાશુદ 13 શુક્રવાર .

મૂળ પદ

નિરખ્યા સરજન હાર રે

મળતા રાગ

ઘુંઘટ કા પટ ખોલ રે..

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી