પ્રાણી કેમ તારૂં કમળ ફર્યું૩/૪

પદ૩/૪ ૭૭૪

પ્રાણી કેમ તારૂં કમળ ફર્યું. ટેક.

ગરભમાં જઠર અગ્નિથી ઉગાર્યો, તેહનું ભજન ન કર્યું. પ્રાણી ૧

રંગ પતંગી જોબન જોઇને, વનિતાનું ધ્યાન ધર્યું. પ્રાણી ૨

પરનારી સંગ પ્રીત કરીને, પાપથી મન ન ડર્યું. પ્રાણી ૩

મુક્તાનંદનો નાથ ભજ્યા વિના, કોઇનું ન કાજ સર્યું. પ્રાણી ૪

મૂળ પદ

પ્રાણી જાવું છે જરૂર મરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી