જીહાં લગી જકત જંજાળ ઉરમાં ખરો, તિહાં લગી શૂરતા ચિત્ત નાવે;૨/૧૦

જ્યાં લગી જક્ત જંજાળ ઉરમાં ખરી, ત્યાં લગી સુરતા ચિત્ત નાવે;
	જે જે વિચારીને જુક્તિ કરવા જશે, તે જ કાયરપણું નામ કા’વે	-૧
પરચો ઇચ્છે તેને પામર જાણવો, જન ન ઇચ્છવું જોગ્ય જાણે;
	નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશા ને તૃષ્ણા ઉરમાં ન આણે	-૨
અક્ષરપર પુરુષોત્તમ શ્રીહરિ, તેહને સૂઝશે તે જ કરશે;
	જન મતિમંદ હોવા છતાં ઊભા થઈ, તાણતાં તાણતાં તૂટી મરશે-૩
કેસરી બાળને ભય નહિ કોઈનો, મત્ત મેંગળતણાં જૂથ ભાગે;
	મુક્તાનંદ તે શિષ્ય સદ્‌ગુરુ તણા, જક્તથી ઊલટી રીત જાગે	-૪
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

મળતા રાગ

સિંધુડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી