મતવાલા તણી રીત મહાવિકટ છે, પ્રેમરસ પીવે તે જન જાણે;૩/૧૦

મતવાલા તણી રીત મહાવિકટ છે, પ્રેમરસ પીએ તે જન જાણે;
	મૂંડા તે શું જાણે મજીઠના પાડને, ભીખતાં જન્મનો અંત આણે		-૧
વર્ણ આશ્રમ તણી આડ મહા વિકટ છે, તે કેમ પાધરી વાત પ્રીછે;
	શીશ અર્પ્યા વિના શ્યામ રીઝે નહીં, શીશ અર્પે જે કોઈ શરણ ઇચ્છે	-૨
બાગ બગીચે પ્રેમ નવ નીપજે, દામ ખરચ્યે નવ પ્રેમ પામે;
	મસ્તક ધડામાં જે જન મેલશે, તે ઘટે પ્રેમ પ્રવાહ સામે		-૩
સુરનર મુનિ તણી ચાંચ ખૂંચે નહીં, ચૌદ લોકમાં એ અગમ સહુને;
	મુક્તાનંદ એ અગમ રસ અતિ ઘણો, સદ્‌ગુરુ મોજથી સુગમ બહુને	-૪
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

મળતા રાગ

સિંધુડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી