જ્યાં લગી જાત ને ભાત જંજાળ છે, ત્યાં લગી આત્મા જાણ અળગો;૪/૧૦

જ્યાં લગી જાત ને ભાત જંજાળ છે, ત્યાં લગી આત્મા જાણ અળગો;
	જેહને હરિ વિના અન્ય અળખામણું, સત્ય સ્વરૂપ નર તેહ વળગ્યો	-૧
ઊલટા અન્નની સે’જ ઇચ્છા ટળી, દેખતાં ઊબકો સૌને આવે;
	તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે, શ્વાન સૂકર તણી જાત કા’વે	-૨
જ્યાં લગી દેહને હું કરી જાણશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે;
	શ્વાન સૂકર તે મનુષ્યમાંથી ટળ્યો, હરિ તણો જન તે કેમ કા’વે		-૩
હરિના જન હરિના ગુણે જુક્ત છે, મુક્ત તનનું નહીં માન જેને;
	મુક્તાનંદ તે સંત જન શૂરમાં, આપમાં વ્યાપ હરિ હોય તેને		-૪
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

મળતા રાગ

સિંધુડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી