કર્મનું કુટણ સકળ સંસારમાં, લખ્યું લલાટમાં તેજ થાશે;૧૦/૧૦

કર્મનું કૂટણું સકલ સંસારમાં, લખ્યું લલાટમાં તે જ થાશે;
	શુભાશુભ ભોગ તે લખ્યા લલાટમાં, અલખ લખાઈ શું નામ જાશે	-૧
ભાગ્યમાં લખ્યા ભગવંત જો હોય તો, સાધન લેશ નવ ઘટે કરવું;
	ભાગ્યમાં લખ્યું અણવાંછે આવી મળે, તેહને કાજ શું મથી મરવું	-૨
સજનાતણો સંસ્કાર શો શુભ હતો, ગીધ ગણિકા અજામેળ તેવા;
	એવા અધમ ઉદ્ધારણ પ્રભુને પરહરી, કર્મ કરતાં રહે પશુ જેવા		-૩
કર્મની રેખ કર્મજડને શિર ખરી, મર્મના જાણતલ ધર્મ પાળે;
	મુક્તાનંદ ગુરુચરણને સેવતા, બ્રહ્મ અગ્નિ સર્વે કર્મ બાળે		-૪
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

મળતા રાગ

સિંધુડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી