ભજો વ્રજરાજ શ્રીવનમાળી રે, નહીં તો રહેશે માથે ટીલી કાળી૨/૪

પદ ર/૪ ૭૯૨

ભજો વ્રજરાજ શ્રીવનમાળી રે, નહીં તો રહેશે માથે ટીલી કાળી. ટેક.

તારે લખચોરાશીમાં ફરવું રે, માથે રહેશે જનમવું ને મરવું રે,

આવો અવસર લેને સંભાળી. ભજો ૧

લેવા પડશે અનંત અવતાર રે, વહેશો ભાર સહી ઘણો માર રે;

ટાળો અનંત જનમ કેરી ગાળી. ભજો ૨

તેં તો માત પિતા ઘણાં કીધા રે, પય શ્વાન સુકર કેરાં પીધાં રે,

હવે જોને નિર્લજ પાછું વાળી. ભજો ૩

કહે મુક્તાનંદ એ સાચું રે, હરિ ભજન વિના સર્વ કાચું રે;

રાખો ત્રિકમના નામની તાળી. ભજો ૪

મૂળ પદ

ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી