રાખો હરિરૂપમાં મન પ્રોઈ રે, નહીં તો જાશો જનમ વગોઈ ૩/૪

રાખો હરિરૂપમાં મન પ્રોઈ રે, નહીં તો જાશો જનમ વગોઈ...ટેક.
હરિ વિમુખની સંગતિ ટાળો રે, સાધુસંગમાં હું પદ ગાળો રે;
			રહેજો મોહનને સંગે મોઈ...રાખો૦ ૧
પરનારી ને પરધન ત્યાગો રે, દેખી પાપને વેગળા ભાગો રે;
			ધારો પ્રભુચરણે ચિત્ત ઠોઈ...રાખો૦ ૨
સાચા સંતનો દ્રોહ ન કરજો રે, પગ જોઈ વિચારીને ભરજો રે;
			રહેજો સંતસંગે મદ ખોઈ...રાખો૦ ૩
ખાલી શ્વાસ ન ખોશો પ્રાણી રે, નરદેહ અમુલખ જાણી રે;
			મુક્તાનંદ કહે સત્ય સોઈ...રાખો૦ ૪
 

મૂળ પદ

ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
0
0