મોહનસંગ રાખજે મન સાચું રે, નહિ તો કામ થાશે સર્વે કાચું૪/૪

પદ ૪/૪ ૭૯૪

મોહનસંગ રાખજે મન સાચું રે, નહિ તો કામ થાશે સર્વે કાચું. ટેક.

પાસે સમઝજે સારંગ પાણી રે, બોલે સમજી વિચારીને વાણી રે,

ડરજે જગપતિ સમર્થ જાણી. મોહન ૧

કરજે સ્મરણ શ્વાસ ઉશ્વાસે રે, ફુલ્યો ફરીશમાં દેહ અધ્યાસે રે;

રહેજે સદ્‌ગુરુ વચનમાં વાસે. મોહન ૨

કરજે સદ્‌ગુરુ સંતની સેવા રે, જે હોય શુક સનકાદિક જેવા રે,

ત્યાગો જુઠ વિષય સુખ મેવા. મોહન ૩

કહે મુક્તાનંદ વિચારી રે, સાચા સદ્‌ગુરુ ભવ ભય હારી રે;

એનાં વચન લેજે ઉર ધારી. મોહન ૪

મૂળ પદ

ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી