પતિવ્રતા નારીને પિયુ સંગ પ્રીતિ, પતિને સેવ્યાની તે તો જાણે સર્વ રીતિ ૩/૬

પતિવ્રતા નારીને પિયુ સંગ પ્રીતિ,
	પતિને સેવ્યાની તે તો જાણે સર્વ રીતિ...પતિવ્રતા૦ ૧
જેમ હરિ કહે તેમ તાન મિલાવે,
	વણતેડયા વ્હાલો તેને મંદિર આવે...પતિવ્રતા૦ ૨
અંતરજામી ઉપરને ચટકે ન રીઝે,
	શિરને સાટે સેવે તેનું કારજ સીજે...પતિવ્રતા૦ ૩
જેવા જેને વાલા લાગે રસિયો વિહારી,
	મુક્તાનંદ કે માવને તે તેવી લાગે પ્યારી...પતિવ્રતા૦ ૪
 

મૂળ પદ

સાંભળ સૈયર અમે પતિવ્રતા નારી, શ્યામળા સંઘાતે દૃઢ ટેક અમારી

મળતા રાગ

રામકલી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
1
0