નયણુંથી ન્યારા મારા નાથજી મ રહેજો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો રે ૪/૬

નયણુંથી ન્યારા મારા નાથજી મ રહેજો,
	રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો રે...નયણું૦ ૧
તમને ન દેખું ત્યારે ચટપટી લાગે,
	વદન વિલોકી મારાં સહુ દુ:ખ ભાગે રે...નયણું૦ ૨
મૂર્તિ તમારી મને પ્રાણ થકી પ્યારી,
	અંગોઅંગ શોભા જોઈ મોહી ગિરધારી રે...નયણું૦ ૩
અમૃત ચખાડયું વાલા હવે વિષ ન ભાવે,
	મુક્તાનંદના વાલા તમ વિના સુખડું ન આવે...નયણું૦ ૪
 

મૂળ પદ

સાંભળ સૈયર અમે પતિવ્રતા નારી, શ્યામળા સંઘાતે દૃઢ ટેક અમારી

મળતા રાગ

રામકલી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
હસમુખભાઈ પાટડિયા
શિવરંજની
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Video
0
1