ભજન કર ભજન કર ભજન કર ભાવથી સહજાનંદ શ્યામનું ૧/૧

ભજન કર ભજન કર ભજન કર ભાવથી
સ્નેહે સહજાનંદ શ્યામનું..... ટેક
કિર્તન કરીલે કૃપા નાથનું તું કોડથી,
ભાવસાગર તરવાને કામનું.........ભજન કર
ભાવનાથી ભક્તિ કરી સ્મરીલે તું શ્રી હરિ,
ગુણગાન કરી મન ભવસાગર લે તરી,
ભક્તિધર્મ લાડિલા લાલનું .........ભજન કર
મનવા મજબુત થઇ, ધારી લેને ઉર મહીં ,
દિવ્ય રૂડી મૂર્તિ પ્રકાશમાન છે તહીં ,
ધારીલે સ્વરૂપ શ્રી ઘનશ્યામનું.........ભજન કર
જન્મમરણ મૂક્તિ મળે ત્રિવિધિ સંતાપ તળે,
જમડાના જુલ્મી દંડ એથી અળગા રહે,
અંતકાળે આખર એ કામનું .........ભજન કર
શાસ્ત્રોને વેદ વદે, પંડિત પૂકારતા,
બ્રહ્મનિષ્ઠ સંત તણી સાચી આ માન્યતા,
કંઠ ગ્રહી નામ કિરતારનું.........ભજન કર
પૂણ્ય ભૂમિમાં પ્રભુએ આપ્યો મનુષ્ય દેહ
ભજ્વા નિશ દિન પ્રભુ, સાચુ છે સર્વ તેહ,
મનમોહન સહજાનંદ શ્યામનું.........ભજન કર

મૂળ પદ

ભજન કર ભજન કર ભજન કર ભાવથી

મળતા રાગ

પ્રેમ પ્રેમ વિશ્વ પ્રેમ

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી