પ્રભુ મારો એક જ તું રખવાળો, અધમ ઉદ્ધારણ ભવજળ તારણ ૧/૧

પ્રભુ મારો એક જ તું રખવાળો,

અધમ ઉદ્ધારણ ભવજળ તારણ,
ભક્તવત્સલ ભયહારો રે.......પ્રભુ મારો..
એકલવાયા દાસ તમારો અણસમજુ ઓશીયાળો,
અરજ અમારી શ્યામ સુણોને,
દુઃખીયાના દુ:ખ નીવારો રે....પ્રભુ મારો..
બળવંતા બેલી પ્રભુમારા, ભક્તિ ધરમનો દુલારો,
માતપિતા અને બાંધવ મારો,
એક જ મેં નિરધાર્યો રે....... પ્રભુ મારો..
ભુધર ભજન તમારૂં ભાવે કરતો દાસ તમારો,
દુર્જન આવી દુ:ખ પમાડે,
એનાથી આપ ઉગારો રે....... પ્રભુ મારો..
દુરીજન બાણ વચનનાં મારે, દાસ તેથી દુ:ખીયારો,
ભજને તમારે ભંગ પડાવે,
અભિમાન એના ઉતારો રે..... પ્રભુ મારો..
વિનતિ અમારી વાલમ સુણજો, તાતણું તારણ હારો,
મનમોહન પ્રભુ એક અમારો,
મંગળનો કરનારો રે...... પ્રભુ મારો એક જ તું...
રખવાળા મારા પ્રભુ, એક જ છો ઘનશ્યામ,
મંગળ મનમોહન કરો, દાસ તણાં સહુ કામ.
સં. 2006 પોષસુદ 15 ગોંડલ.

મૂળ પદ

પ્રભુ મારો એક જ તું રખવાળો,

મળતા રાગ

તારો મને સાંભળશે સથવારો (ફિલ્મ : કૃષ્ણ સુદામા)

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી