ધન જોબન દેખી મત ફૂલે, હરિ ભજ તજ પરનારીજી.૩/૪

પદ ૩/૪ ૮૨૬

ધન જોબન દેખી મત ફૂલે, હરિ ભજ તજ પરનારીજી.

પરધન પથ્થર કરીને ગણજે, તો રીજે ગિરધારીજી. ટેક

સાચા સંતની સંગત્ય કરજ્યે, જેથી ભવદુઃખ નાશેજી.

સુધભાવે સદ્‌ગુરુને સેવે, જે હરિ જ્ઞાન પ્રકાશેજી. ધન ૧

પ્રગટ પ્રમાણ મિલાવે શ્રીહરિ, જાણજે તે ગુરુ સાચાજી.

ધનધુતા જે કાન વટાળે તે સર્વે ગુરુ કાચાજી. ધન ૨

કામ ક્રોધ, મદ, લોભને મેલી, ભજી લે દેવ મોરારીજી.

હરિના દાસનો દાસ થઇને, કાઢ્ય કુમત્યને મારીજી. ધન ૩

મુક્તાનંદ કહે માન્ય શિખામણ, તો તારો જય થાશેજી.

શ્રીનારાયણ દેવ ભજ્યા વિન, જનમ અકારથ જાશેજી. ધન ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ દેવ ભજ્યા વિના ભવજળ પાર ન આવેજી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી