શ્રી નારાયણ નામ રટન કરી, જનમ સુફલ કર પ્રાણીજી.૪/૪

પદ ૪/૪ ૮૨૭

શ્રીનારાયણ નામ રટન કરી, જનમ સુફલ કર પ્રાણીજી.

સદ્‌ગુરુ સંતના ચરણ ઉપાસી, લે પરગટ પ્રભુ જાણીજી. ટેક

ભરતખંડમાં મનુષ્યતણુ તન, ભવબ્રહ્માદિક ઇચ્છેજી.

પ્રગટરૂપ જીહાં શ્રીપુરુષોત્તમ, પામર કેમ ન પ્રિછેજી. શ્રી ૧

આ અવસર છે હરિ ભજ્યાનો, કુકર્મથી અતિ ડરજેજી.

પર નારી, પર ધન ને તાંકે, તેહકો સંગ ન કરજયેજી. શ્રી ૨

ધનધુતા ગુરુ ઘર ઘર ડોલે, તે જમ કિંકર જાણેજી.

કામ, ક્રોધ, મમતા, મદ, ભરીયા ત્યાં પરતિત મ આણેજી. શ્રી ૩

કર જોડી ગુરુ ગોવિંદ આગળ્ય, ભક્તિ ભજન લે માગીજી.

મુક્તાનંદ કહે માન્ય શિખામણ, થા પૂરણ બડભાગીજી. શ્રી ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ દેવ ભજ્યા વિના ભવજળ પાર ન આવેજી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Live
Audio
0
0