છંદ ૧/૧ ૮૫૪
સવૈયા ઇન્દ્રવ
નેહ લગ્યો નિજ નાથકે સાથ અનાથસો હો અબ કોન ફરેગો,
પીઠ ચઢ્યો ગજરાજ ગુની કહાં, કુકર ભસત કુદિ પરેગો,
યા જગકે જડ જીવનકે કહાં રાગરુ, દ્વેશ સરે બિગરેગો,
દાસ મુકુંદ કહે જગફંદ સો ત્રિવિધ તાપમેં નાહિં જરેગો. ૧
કુંદન કિચ સમાનહિ જાનત, પ્રાન સમાન જો માનત પ્રાનિ,
નારીકું નાગનિસી કરી જાનત, કોટિક ભાંતિ સેવ્યા જ બખાની,
અષ્ટઉ સિધિ નવેનિધિ આદિ, ઉપાધિ અવિદ્યાકી પહિચાંની,
પિંડ બ્રહ્માંડ સે પાર્ય ભયો, મુનિ મુક્ત મુકુંદ મહાવિગ્યાની. ર
પંખા નહિં પિયુંપેં ઉડ જાનું, એસો ઉરમેં અતિ હોત સંદેશા,
કેસે કરું કહાં જાઉં સખી, વિરહાનલસેં તન હોગયો ખેસા,
વૃતિવયારિકે સગ્ય સબી, ઉડીકે અબ જાય પરું ઉન દેસા,
સુંદર શામરો ચરન ધરી, પદ પરસકે મુક્ત હોઉં સબ કેસા. ૩
અંબર છોડી દિગંબર હોકર, પથર બાંધીકે માગત પૈસા,
લોભ તજ્યો નહિ, ક્રોધ તજે કબ, ક્રોધરું લોભ જ્યું કામ હે તેસા.
જોગ અરુ ભોગ ગયે દોઉં હાથસેં, ખાખ લગાય ફીરે ખર જેસા,
મુક્ત તેહિ મુનિ સિદ્ધ કહે સબ, યા જગ મુરખા લોક હે એસા. ૪
લોભસે વેદ, પૂરાન પઢે, પુનિ લોભસે બુહું વિધ વેષ બનાવે.
લોભસે ઠાકર, ચાકર હોવત, લોભસે સુરમા સિંહ જ્યું ધાવે,
લોભસે નાયકા, નાચત, કુદત લોભસે રાગ ગુનિજન ગાવે.
લોભકી લહેર લગી નહિં જા ઘટ, સો મુક્તાનંદ સંત કહાવે. પ