તમે આયર કુળનેં અનુસરીયા, તમે બ્રહ્માદિકના મદ હરીયા૨/૧૫

પદ ર/૧૫ ૮૫૭

તમે આયર કુળનેં અનુસરીયા, તમે બ્રહ્માદિકના મદ હરીયા ટેક

તમે કંશ થકી રો'છો ડરતા, તમેં કોટિ ભુવન કર્તાહર્તા - શામળીયાજી. ૧

તમે નટવર નાના બાળ છો, તમે કાળ તણા પણ કાળ છો - શામળીયાજી. ૨

તમે ગોવાળા સંગ ગાઓ છો, તમે સઉ પેલા પુજાઓ છો - શામળીયાજી. ૩

તમે ગોપીજનસું રંગ રમતા, તમે મુક્તાનંદને મનગમતા - શામળીયાજી.૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી