તમે લઘુવેશે વ્રજમાં વસો મોરારી રે, ૩/૧૫

પદ ૩/૧૫ ૮૫૮

તમે લઘુવેશે વ્રજમાં વસો મોરારી રે,

તમે હરખે ગોપી સંગ હસો. ટેક

તમે બળવંત બાળ સ્વરૂપ છો, તમે બ્રહ્માદિકનાં ભૂપ છો. મો. ૧

તમે મહીંમાખણનાં ચોર છો, તમે નટવર નંદ કિશોર છો. મો ૨

તમે રો'છો વ્રજમાં વાસ કરી, જેનું મુનિવર હાર્યા ધ્યાન ધરી. મો ૩

તમે પ્રાણ થકી પણ છો પ્યારા, કહે મુક્તાનંદ કેમ રો ન્યારા. મો ૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી