મારે આંગણિયે આનંદ એલી, સુણ્ય સાહેલી૪/૧૫

પદ ૪/૧૫ ૮૫૯

મારે આંગણિયે આનંદ એલી, સુણ્ય સાહેલી,

હું થૈ ગીરધર જોતાં ઘેલી. ટેક

જેનું ધ્યાન ધરે શુકજી જેવા, તે નિત આવે દર્શન દેવા. સુણ્ય ૧

જેને મળવા મુનિવર દેહ દમે, તે રસિયો મુજ સાથે રમે. સુણ્ય ૨

મેં તપ તિરથ વ્રત નવ કર્યા, મારે ઘર બેઠાં કારજ સર્યાં. સુણ્ય ૩

હું રસબસ હરિ સંગે રહું, મુક્તાનંદ મુખથી શું કહું. સુણ્ય ૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી