મારે મંદિર આવ્યા વનમાળી, હું વારી રે, ૫/૧૫

પદ પ/૧૫ ૮૬૦

મારે મંદિર આવ્યા વનમાળી, હું વારી રે,

ને હસી હરિયે લીધી તાળી. ટેક

મુંને અખંડ એવાતન આપીયું, થીર નોતું તે થીર થાપીયું- હું. ૧

રંગ બેરંગમાં રોળીયા, ચકચુર કરી બહુ ચોળિયા. હું ૨

કરી હોડ બેઉ નવ હારિયાં, તન, મન, ધન પ્રભુ પર વારીયાં. હું ૩

એ રસિક જનની રીત છે, મુક્તાનંદ પૂર્ણ પ્રીત છે. હું ૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી