અલબેલાજી અંગમાં લોભાણી રે, ૬/૧૫

 પદ ૬/૧૫ ૮૬૧

અલબેલાજી અંગમાં લોભાણી રે,
વળી સુંદરવરના સંગમાં લોભાણી રે.
એના અધર અમૃતના પાનમાં, એના એકાંત્યે રસ તાનમાં      લો ૧
એનું સુંદર દેખી શણગારનું, જોઇ સુભટપણું વિહારનું.           લો ૨
એના એકલપણાને જોઇને, એ નવ દીઠા વશ્ય કોઇને.            લો ૩
હિંડલતા સુંદર હારમાં, મુક્તાનંદ પૂર્ણ પ્યારમાં.                    લો ૪
 

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી