પ્રભુ અદભૂત તમારી યોગ માયા રે દેવદાનવ માનવ છે ફસાયા ૧/૧

પ્રભુ અદભૂત તમારી યોગ માયા રે, દેવદાનવ માનવ છે ફસાયા
કૈક મોટા મોટા ભરમાયારે, જેના લેખ પૂરાણે લખાયા....પ્રભુ..
કામ ક્રોધ લોભ મોહ માન મત્સર છે, માયા જનેતાના જાયા
મહા બળવંત જોગ માયા ના પુત્રો, જીત્યા ન જાયે જીતા પારે....પ્રભુ..
મારાશર જેવા પૂરા તપસ્વી, સ્મૃતિમાં નામ સવાયાં
જૈમિની જેવા સિદ્ધાંત વાદી પણ, એકાંતમાં અટવાયા રે....પ્રભુ..
સમર્થ યોગી સૌભરી જેવા, દ્રષ્ટિના દોષે દબાયા
નારદ જેવા જ્ઞાની મુનિ પણ, કૈક વખત કચરાયા રે....પ્રભુ..
શિવજી સરખા સરસ ધ્યાની, ધ્યાન જેનાં છે ભૂલાયાં
બ્રહ્માજી જેવા પ્રજાપતિ પણ, મોહ માયામાં લેવાયા....પ્રભુ..
માયાના પ્રેરક માયાથી ન્યારા, સહજાનંદ જગરાયા
શરણાગતને અભય કરતા, પ્રભુ પરમ સુખદાયારે....પ્રભુ..
માયાને તરવા આપે ઉગરવા, જીવ અનંત ઉભરાયા
મનમોહન ઘનશ્યામ ચરણમાં, શરણાગતિ જ સંઘરાયા રે....પ્રભુ..
અદભુત માયા આપની, આવરીયો સંસાર
મનમોહન પ્રભુ શરણમાં, ઉતરીયે ભવપાર
સં. – 2007 જેઠ શુદ - 4 શુક્રવાર

મૂળ પદ

પ્રભુ અદભૂત તમારી યોગ માયા રે

મળતા રાગ

મન માયાના કરનારા રે, જરા જોને તપાસી તારી કાયા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી