મારા નયણા ઠરે છે નિરખતા, રંગભીનાજી, ૧૦/૧૫

પદ ૧૦/૧૫ ૮૬૫

મારા નયણા ઠરે છે નિરખતા, રંગભીનાજી,

વણ દીઠે રે જળ વરષતાં. ટેક

મારે તમ સાથે સગપણ થયું, મારે લખ ચોરાસી દુઃખ ગયું. રંગ ૧

મારે ફેરાનું ફળ ફાવીયું, મારે સુખ અલૌકિક આવીયું. રંગ ૨

મારે અવિચળ ચાંદલીયો ચુડો, મુને ગમે નહિ મારગ કુડો. રંગ ૩

મારે તમ વિન્યા સૌ વિષ જેવું, કહે મુક્તાનંદ તમને સેવું. રંગ ૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી