મોહનવર મુખડું જોઇને, રઢ લાગી છે, ૧૨/૧૫

પદ ૧ર/૧૫ ૮૬૭

મોહનવર મુખડું જોઇને, રઢ લાગી છે,

વળી મોર મુગટ પર મોઇને. ટેક

તારાં નયણાં કેરી શાનમાં, વળી વાંસલડીના તાનમાં. રઢ ૧

તારા શોભીતા શણગારમાં, વનમાળી અધીક વિહારમાં. રઢ ૨

ઘુઘરડીના ઘમકારમાં, વળી ઝાંઝરનાં ઝમકારમાં. રઢ ૩

મારૂં મન તમ સાથે મળી રીયું, મારે બીજું સઉ કડવું થીયું. રઢ ૪

મારૂં જોબન જીવન છે સારૂ, કહે મુક્તાનંદ તમ પર વારૂં. રઢ ૫

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી