રંગ લાગ્યો મુજને તારો રંગીલાજી, સંતાપ ટળ્યો સર્વ મારો૧૪/૧૫

પદ ૧૪/૧૫ ૮૬૯

રંગ લાગ્યો મુજને તારો રંગીલાજી, સંતાપ ટળ્યો સર્વ મારો. ટેક

મારે ત્રિવિધ તાપ ગયા તનના, મારે મલીન વિકાર ટળ્યા મનના. રંગી. ૧

મુને સર્વાતીત તમે મળ્યા, મારે જનમ મરણ સંતાપ ટળ્યા. રંગી. ૨

મારી વાત અતિશે વધી ગઇ, મારે તમ સાથે લગની થઇ. રંગી. ૩

મુને કમલાનું પદ આપીયું, કહે મુક્તાનંદ થીર થાપીયું. રંગી. ૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી