મારી તમ સાથે તાલી લાગી, ગીરધારીજી, ૧૫/૧૫

પદ ૧પ/૧૫ ૮૭૦

મારી તમ સાથે તાલી લાગી, ગીરધારીજી,

મારે અસત આશ સર્વે ભાગી.

મુને સંસારી સુખ નવ્ય ગમે, મારી મનવરતી તમશું રમે. ગીરધારીજી, ૧

મેં તન, મન, ધન, તમને દીધું, મેં જનમ ધર્યાનું ફળ લીધું. ગીરધારીજી, ૨

મારાં નયણા ઠરે છે જોઇને, મારૂં મન પ્રોવાણું મોઇને. ગીરધારિજી, ૩

તમે સકળ ભુવન કેરા સ્વામી, હું તમ પર મોઇ બહુનામી. ગીરધારિજી, ૪

મારો સફળ મનોરથ કીજીયેં, કહે મુક્તાનંદ સુખ દીજીયેં. ગીરધારિજી, ૫

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી