તારા મુખડાની મોહની લાગી રે, મોહન મર્માળા.૩/૪

પદ ૩/૪ ૮૭૩

તારા મુખડાની મોહની લાગી રે, મોહન મર્માળા.

મારા મનની તે ભ્રમણા ભાગી રે, છેલવર છોગાળા. ટેક

ભુવન કાજ મુને ભુંડું લાગે, સગાં ન દીઠા સુહાવે રે,

વિઠલવરનાં વિરહમાં વેધાણાં, તેને કોઇ શું સમજાવે રે. મોહન ૧

પીયુ પરણ્યાશું પ્રીતલડી ત્રુટિ કે'છે મુંને કાનુડાવાળી રે,

નણંદ દેહોરીયાથી હવે નથી બનતું, તમ સંગ લાગી તાલી રે. મોહન ૨

જેનાં ચરણ સેવે નિત્ય કમળા, તેહને તે કેમ કરી મુકું રે,

પુરુષોત્તમશું પ્રીત બંધાણી, હવે અવસર આવ્યો ન ચુકું રે. મોહન ૩

લોક લાજ મરજાદા મેલી, લે તમ સાથે લાગી રે,

મુક્તાનંદ મોહનવર મળતાં, નિર્ભે નોબત વાગી રે. મોહન ૪

લોક લાજ મરજાદા મેલી, લે તમ સાથે લાગી રે, મુક્તાનંદ મોહનવર મળતાં, નિર્ભે નોબત વાગી રે. મોહન ૪

મૂળ પદ

મારો નિરમોહિ નાથ વશ્‍ય કીધો રે ધન્ય તે વ્રજનારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી