મારો સફળ જનમ થીયો શામ રે, મોહન તમને મળી, ૪/૪

પદ ૪/૪ ૮૭૪

મારો સફળ જનમ થીયો શામ રે, મોહન તમને મળી,

આજ અમૃત વુઠા મેઘ રે, વેળા અધીક વળી. ટેક

ફૂલડે સેજ સમારી સુંદર, ઉર ધારી પિય પ્યારો રે,

સરવે સૈયરમાં થઇ રે સમોતિ, લાવ મેં તો લીધો ન્યારો રે. મોહન ૧

અધર અમૃત રસ પાન કરી કરી, પીયુજી તમને પાયો રે.

એ સુખડાનો અલૌકિક મહીમા, લોકમાં નવ જાય ગાયો રે. મોહન ૨

મુખથી તંબોલ દિધો જે મુજને, તે બ્રહ્મા ભવ ઇચ્છે રે,

પ્રેમીજનની વાત અટપટી, પ્રેમી હોય તે પ્રિછે રે. મોહન ૩

અંતર મેટી આલિંગન કીધું, અધિક અધિક સુખ આપ્યું રે,

મુક્તાનંદ મોહ મદ સોઉં, જન્મ મરણ દુઃખ કાપ્યું રે મોહન ૪

મૂળ પદ

મારો નિરમોહિ નાથ વશ્‍ય કીધો રે ધન્ય તે વ્રજનારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી