બાળ અમે તારારે હો અવિનાશી ર્હાંરે અમે છઇએ તમારા વિશ્વાસી, હો પ્યારા - બાળ ૧/૧

બાળ અમે તારારે હો અવિનાશી,

ર્હાંરે અમે છઇએ તમારા વિશ્વાસી, હો પ્યારા - બાળ
માતપિતા પ્રભુ આપ અમારા,
ર્હાંરે અમે આપ ચરણનાં ઉપાસી, હો પ્યારા - બાળ
પ્યારા અમારાં બાળ જીવનમાં,
ર્હાંરે સદવિદ્યાને દેજો વિકાસી, હો પ્યારા - બાળ
આતમ રામ તમે અંતર મંદિરના,
ર્���ાંરે પ્રભુ સઘળે રહ્યા છો પ્રકાશી, હો પ્યારા - બાળ
જ્ઞાનનાં દાન પ્રભુ પ્રેમથી આપજો,
ર્હાંરે અમે ભક્તિ રસ ઝરણાંનાં પ્યાસી, હો પ્યારા - બાળ
દૂર કરજો અમ અંતર ઉદાસી,
ર્હાંરે તમે સહજાઆનંદ સુખરાશી, હો પ્યારા - બાળ
મનમોહન પ્રભુ આપ ચરણનાં,
ર્હાંરે અમે દર્શન તણાં અભિલાષી, હો પ્યારા - બાળ
બાળક ને પાલક તણો, હોય અટલ વિશ્વાસ,
મનમોહન પ્રભુ આપનાં દર્શનની અભિલાષ.
સં. – 2007 ના જેઠ શુદ - 5 શંનીવાર

મૂળ પદ

બાળ અમે તારારે હો અવિનાશી

મળતા રાગ

જોર નવ કરીએ રે વ્રજના વાસી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી