એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે૧/૬

પદ ૧/૬ ૮૭૫

રાગ : ગરબી
એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે.  ટેક
પુષ્પનાં ભુષણ પહેરી, મુખ મોરલી વાજે હેરી.  શોભા ૧
હરિ રિયા અંગો અંગ ઓપી, તેની સંગે હર્ષે ગોપી.  શોભા ૨
હરખે ગોવાળ્યા ગાય, સુણતાં સર્વ પાવન થાય.  શોભા ૩
કોઇ તાલ મૃદંગ બજાવે, કોઇ રાગ રાગણી ગાવે.  શોભા ૪
કોઇ પગે ઘુઘરા બાંધે, કરી થેઇ થેઇ તાન જ સાંધે.  શોભા ૫
અતિ પ્રેમ મગન થઇ નાચે, નિરખી નટવર મનમાં રાચે.  શોભા ૬
એવી શામ સુંદરની લીલા, કર્તા યમુના ત્રટ કિલા.  શોભા ૭
મધ રાતે મોહન પાસે અમે રંગ ભર રમીયા રાસે.  શોભા ૮
જેણે નિરખ્યાં હોય તે જાણે, મુક્તાનંદ મહારસ માણે.  શોભા ૯

મૂળ પદ

એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી