ગોવાળું સંગે ગાતા, પ્રેમીને અમૃત પાતા શોભે શામળીયો૨/૬

પદ ર/૬ ૮૭૬
 
ગોવાળું સંગે ગાતા, પ્રેમીને અમૃત પાતા શોભે શામળીયો.  ટેક.
ધરી ફૂલ પાઘ છોગાળી, નૌતમ વેષે વનમાળી.  શોભે ૧
હિંડોળા ઉપર હસતા, વ્રજ વાસીને મનવસતા.  શોભે ૨
ધમધમતી ઘોડી ફેરી, મુખ મોરલી વાતા ગેરી.  શોભે ૩
હરિ હિંડોળા પર રમતા, દુરિજનના મનને દમતા.  શોભે ૪
મતિયાંને શિર પગ ધરતા, નિત નૌતમ લીલા કરતા.  શોભે ૫
અંગો અંગે ફૂલડાં પેરી, નિત કરતાં લટકાં લેરી.  શોભે ૬
હરિજન શું હેતે હળતાં, મોહનજી સહુને મળતા.  શોભે ૭
ગુણવંત ગૂડકી ભર્ય ભમતા, રંગીલો રંગ ભર રમતા.  શોભે ૮
લટકે શું મન હરિ લેતા, મુક્તાનંદ મહાસુખ દેતા.  શોભે ૯ 

મૂળ પદ

એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી