એમ કરતાં આઠમ આવી, સર્વે સંતુને મન ભાવી આનંદની એલી.૩/૬

પદ ૩/૬ ૮૭૭

એમ કરતાં આઠમ આવી, સર્વે સંતુને મન ભાવી આનંદની એલી.  ટેક.
દયાલે આજ્ઞા દીધી હર્ષે માથે ધરી લીધી.  આનંદની ૧
બહુ વિધી સુદોલ બનાવ્યો, નિરખી સૌને મન ભાવ્યો.  આનંદની ૨
વિધ વિધના વસ્ત્ર સોરંગ, ધમકે ઘુઘરડી ચંગ.  આનંદની ૩
લટકતા લીંબુ શોભે, નિરખતા નયણાં લોભે.  આનંદની ૪
ચારે થંભ સુંદર છાજે, રંગ રંગના રત્ન વિરાજે.  આનંદની ૫
માંહિ રંગની રચના ભારી, નિરખી હરખ્યા નરનારી.  આનંદની ૬
શણગાર્યો ગજ જેમ ચાલે, લૈ ડોલ મલતા માલે.  આનંદની ૭
તે લાવ્યાં વૃંદાવનમાં, ભાવ્યો મોહનના મનમાં.  આનંદની ૮
માંઇ મોહનને પધરાવ્યા, મુક્તાનંદને મન ભાવ્યા.  આનંદની ૯

મૂળ પદ

એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી