ગીરધરનાં મનને ગમતી, રસિયા સંગ રંગભર રમતી, ૬/૬

પદ ૬/૬ ૮૮૦
 
ગીરધરનાં મનને ગમતી, રસિયા સંગ રંગભર રમતી, ધન્ય તે વ્રજનારી.ટેક
ગોવિંદનું ગમતું જાણે, મન લાજ લોકની નાણે.  ધન્ય ૧
સુખસાગરને રીઝાવે, એના ગુણ વર્ણવ્યામાં નાવે.  ધન્ય ૨
શામળીયાને સુખકારી, એની પળ પળની બલહારી.  ધન્ય ૩
જેણે નયણ કાંકરી કાઢી, એની સેવા સહુથી ગાઢી.  ધન્ય ૪
એની સમજણને શું કઇયે, વરણવતાં પાર ન લઇયે.  ધન્ય ૫
જેને અસત આશ સર્વ ત્યાગી, લક્ષ્મીવરસું લે લાગી.  ધન્ય ૬
મનમાં આંટી નવ રાખે, પ્રેમે પૂર્ણ રસ ચાખે.  ધન્ય ૭
વ્યવહારી વિષે ન માણે, અનુભવમાં દૃષ્ટિ આંણે.  ધન્ય ૮
મુક્તાનંદ મોહન સંગે, રાચી ગીરધરને રંગે.  ધન્ય ૯ 

મૂળ પદ

એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી