રસિયાવર કુંજ વિહારી રે૧/૪

પદ ૧/૪ ૮૯૧

ગરબી ટેક.

રસિયાવર કુંજ વિહારી રે, ૧

મન માન્યું હરિ તમ સંગે, એક નિમષ ન થાઉં ન્યારી રે. ટેક

હું તો મોહી પેચાલી પાગે રે, છોગલીયું પ્યારૂં લાગે રે. મન ૧

ફૂલડાનાં તોરા ભાળિ રે, હું તો વસ્ય થઇ રહિ વનમાલી રે. મન ૨

નયણુંની શોભા જોઇ રે, તમ તુલ્ય ન દેખું કોઇ રે. મન ૩

કહે મુક્તાનંદ રંગીલા રે, રહો ઉર પર છેલ છબીલા રે. મન ૪

મૂળ પદ

રસિયાવર કુંજ વિહારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી